મોરબીમાં સરદાર યુવા ગ્રુપ દ્વારા શરદપૂર્ણિમાં મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં સરદાર યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તા.9ને રવિવારે રાત્રે 9 વાગ્યે સરદાર નગર 1,2- વિજય પિચ ગ્રાઉન્ડ ખાતે 3 વર્ષના બાળકોથી માંડીને યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ શરદ પૂનમની રઢિયાળી રાત્રે ચાંદનીના વરખમાં તરબોળ થઈ રાસ ગરબાની રંગત માણશે. રાસ ગરબાની સાથે પ્રસાદ અને વિજેતાઓને પ્રોત્સાહનરૂપે ઇનામો આપવામાં આવશે.

- text

- text