મોરબીના ધોની માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફી માટે પસંદગી 

- text


સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી કોલકતા રમવા જશે 

મોરબી : મોરબીના ઉગતા સિતારા એવા માનવ અઘારાની અન્ડર 19 વિનોદ માંકડ ટ્રોફી રમવા માટે પસંદગી કરાઈ છે. જેથી મોરબીનો ધોની એવો માનવ અધારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી કોલકતા રમવા જશે.

ક્રિકેટનો ઉગતો સિતારો માનવ અઘારા મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોનો અન્ડર ૧૯ ટીમનો વિકેટ કીપર અને બેટ્સમેન છે. હાલમાં તે સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાયો છે અને સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. માનવ અઘારા અંગે એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના કોચ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે માનવ જી-1 ટુર્નામેન્ટમાં પણ સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો. હવે વિનોદ માંકડ ટ્રોફી જેનું બીસીસીઆઈ આયોજન કરે છે. તેમાં રમવા માટે જવાનો છે.

- text

વધુમાં માનવ એક નેચરલ બેટ્સમેન અને ખુબ સારો વિકેટ કીપર છે. છેલ્લા ઘણા સમયથી માનવ 8 થી 10કલાક પ્રેક્ટીસ કરી રહ્યો છે. ભારતની ક્રિકેટ ટીમમાં રમવા માંગતા ખેલાડીને ખુબ જ પ્રેક્ટીસ અને સમર્પણની ભાવના હોવી જોઈએ સાથે જ પરિવારનો સહયોગ પણ જરૂરી હોય છે કોઈ પણ તહેવાર કે મોજ મસ્તીને 10 વર્ષ માટે ભૂલી જવી પડે છે. તો જ ક્રિકેટ ક્ષેત્રમાં કરિયર બનાવી શકાય છે. તેમ કોચ નિશાંત જાની જણાવે છે.

તેઓ ઉમેરે છે કે, ક્રિકેટમાં ખેલાડીઓ પુરતી મહેનત નથી કરતા અને બહાના બનાવતા રહે છે. જેને સાઈડ પર મુકીને તનતોડ મહેનત કરીને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપીએ તો 10 વર્ષે પરિણામ મેળવી શકાય. મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ પણ માનવ અઘારાને શુભકામનાઓ પાઠવી છે.

- text