ટંકારા પોલીસ મથકમાં જીઆરડી અધિકારીની નિમણૂક

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ટંકારા પોલીસ મથકે જીઆરડી અધિકારી તરીકે ગૌરવકુમાર અરુણકુમાર પરમારની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ટંકારા પોલીસ મથકમાં જીઆરડીની ખાલી જગ્યા ઉપર ગૌરવકુમાર અરુણકુમાર પરમારે નિમણૂક થવા માટે અરજી કરતા જિલ્લા પોલીસ વડાએ લાયકાતને આધારે તેઓની ટંકારા પોલીસ મથકમાં જીઆરડી અધિકારી તરીકે નિમણૂક કરી છે.સાથેસાથે તેઓને માનદ અધિકારી તરીકેની ફરજમાં રાજકીય પક્ષની કોઇપણ વિચારસરણીથી નહિ દોરાવવા અને ગ્રામ્ય રક્ષક દળની પ્રવૃત્તિમાં સમાવેશ ન થાય તે માટે સજાગ રહેવા અને તેમની નિમણૂક કામચલાઉ ધોરણે કરવામાં આવી હોય એ અધિકારી તરીકેની ફરજ પુરી નિષ્ઠાથી બજાવવાની તાકીદ કરી છે.

- text

- text