વિરપર પાસે બે કાર સામસામે અથડાઇ

- text


અકસ્માત બાદ એક કારની બોનેટનો બુકડો બોલ્યો, તો બીજી કાર ડીવાઇડર સાથે અથડાઈ

ટંકારા : મોરબી-રાજકોટ હાઈવે પર આજે વિરપર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામસામે અથડાઈ હતી. ત્યારબાદ એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર વિરપર ગામ પાસે બાની વાડી નજીક આજે બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કારના બોનેટનો બુકડો બોલી ગયો હતો અને બીજી કાર અકસ્માત બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- text

- text