ટંકારા તાલુકાના હડમતીયા પાલણપીરના મેળા નજીક કુંડમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા નજીક આવેલ પ્રસિદ્ધ પાલણપીરની જગ્યામાં આજે મેળાના આખરી દિવસે ધાર્મિક જગ્યા નજીક આવેલ કપુરીયા કુંડમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા નજીક આવેલ પ્રસિદ્ધ પાલણપીરની જગ્યામાં પરંપરાગત મેળાના આજે છેલ્લા દિવસે ધર્મસ્થળ નજીક આવેલ કપુરીયા કુંડમાં બોટાદથી આવેલા વિજયભાઈ ભલાભાઈ ચાવડા નામના યુવાન નાહવા જતા ડૂબી ગયા હતા આ ઘટનાની જાણ મોરબી ફાયરબ્રિગેડને કરતા ફાયર ટીમે યુવાનની ભારે શોધખોળ કરી હતી અને અંતે મૃતદેહ હાથ લાગ્યો હતો.

- text