મોરબીમાં દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ કિસ્સામાં બે આરોપીઓને ચાર બોટલ દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની પ્રથમ કાર્યવાહીમાં પોલીસે પંચાસર રોડ ગીતા ઓઈલમિલ પાસેથી આરોપી માવજી કાનાભાઈ કણઝારીયા, રે. ખેર સાંભલીની વાડી વાળાને ઓફિસર ચોઇસ અને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની બે બોટલ કિંમત રૂપિયા 1020 સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં રવાપર રોડ નવજીવન સ્કૂલ પાછળ આવેલ બગીચા પાસેથી આરોપી વિપુલ નરસંગભાઈ બાલાસરા, રે.શિવશક્તિ સોસાયટી જુના રવાપર ગામ વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની દારૂની બે બોટલ કિંમત રૂપિયા 740 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text