મોરબીમા ઇકો કારમાં દેશી દારૂની ડિલિવરી કરવા આવેલ બે ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરની માળીયા વનાળિયા સોસાયટીમાં ઇકો કારમાં દેશી દારૂનો જથ્થો ભરી ડિલિવરી આપવા આવેલ બે શખ્સોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ ઇકો કાર સહિત 2.05 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે માળીયા વનાળીયા સોસાયટીમાં લાયન્સ સ્કુલ નજીકથી ઇકો કારમાં 250 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 5000 ના જથ્થા સાથે આરોપી ઇકો ચાલક વિશાલભાઇ મનજીભાઇ રોજાસરા, રહે.ગારીડા ગામ હનુમાનમંદિર ચોક પાસે તા.વાંકાનેર જી.મોરબી અને પ્રવિણભાઇ મગનભાઇ રાઠોડ, રહે.નાળીયેરી ગામ, નેરવાડા પીરની સીમ, વાડી વિસ્તાર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસે બન્ને આરોપીના કબ્જામાંથી દેશી દારૂ તેમજ રૂપિયા 2 લાખની કિંમતની ઇકો કાર મળી કુલ રૂપિયા 2.05 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text