જાહેરમા ગાળાગાળી કરતા તત્વો ચેતજો, મોરબી – વાંકનેરમાં ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લાના ગુન્હાખોરી ડામવા મેદાને પડેલી પોલીસ દરરોજ મોટી સંખ્યામાં છરી, ધોકા લઈને નીકળતા શખ્સોને પકડી રહી છે ત્યારે ગઈકાલે જાહેરમાં ગાળા ગાળી કરી સુલેહ શાંતિનો ભંગ કરી રહેલા તત્વો ઉપર પણ તવાઈ ઉતારી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રવાપર રોડ, બાપા સીતારામ ચોક નજીકથી જાહેરમાં અપશબ્દ બોલી ઠઠા મશ્કરી કરી જાહેર જનતાને ખલેલ પહોંચે તેમ ઉપદ્રવ કરી રહેલા તૌસિફ મહેબૂબભાઈ બ્લોચ, રે. મકરાણી વાસ વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

એ જ રીતે વાંકાનેર પોલીસે પુલ દરવાજા પાસેથી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી મારા મારી તથા ગાળાગાળી કરી રહેલા રાહીલભાઇ ઇકબાલભાઇ મુલતાની, સાહીલભાઇ ઇકબાલભાઇ મુલતાની અને એક સગીરને ઝડપી લીધા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર પાસેથી છરી મળી આવતા પોલીસે હથિયાર બંધી અંગે અલગથી કાર્યવાહી હાથ ધરી હતી.

- text