સમાન વેતન સમાન કામની માંગ સાથે જેટકોના કર્મચારીઓ શનિવારે કરશે પેનડાઉન

- text


 

કાયમી કર્મચારીઓ જેટલું જ કામ કરીએ છતાં તેમના પગાર કરતા અડધાથી પણ ઓછો કેમ ? : આવેદન

હળવદ : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. દ્વારા પેટા કંપની હેઠળ ચલાવવામાં આવતા સબ-સ્ટેશનોના કર્મચારીઓનું પાછલા ઘણા સમયથી શોષણ થઈ રહ્યું હોવાની માંગને લઈ આજે જેટકોના અધિક્ષક તેમજ જુનિયર એન્જિનિયરને તેઓની માંગ સંતોષવા લેખિતમાં રજૂઆત કરી હતી.

આજે કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે લોકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે અમે કર્મચારીઓ વાવાઝોડું,પુર કે કોઈપણ વિકટ પરિસ્થિતિમાં દિવસ રાત કલાકો ગણ્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ છીએ.અમે કાયમી કર્મચારીઓ જેટલું જ મ કામ કરતા હોય છતાં પણ તેમના ફિક્સ પગાર કરતા અડધાથી પણ ઓછો પગાર મળી રહ્યો છે. અમારી ટેકનિકલ લાયકાત અને કામકાજ મુજબ યોગ્ય વેતન આપવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે.

- text

અમારી માંગણીઓને લઈ જેટકો તથા સરકાર કોઈ પણ ધ્યાન આપતી નથી જેથી અમારા કર્મચારીઓને સમાન કામ સમાન વેતન,કાયમી કર્મચારીઓને જે લાભ આપવામાં આવે છે તે જ અમને પણ લાભ આપવામાં આવે અને પાંચ વર્ષ પૂરા કરેલ કર્મચારીઓને કાયમી કરવા તેમજ પગારની વિસંગતા દૂર કરવામાં આવે,ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. દ્વારા પેટા કંપની દ્વારા ઓપરેટર અને ટેકનીશીયલને 15 વર્ષથી માત્ર સાતથી આઠ હજાર માસિક વેતન આપીને અમારા કર્મચારીઓની મજાક ઉડાડવામાં આવે છે.જે યોગ્ય નથી

આજે આવેદનપત્ર આપ્યું છે અને કાળી પટ્ટી બાંધી સાંકેતિક રીતે અમારો રોષ વ્યક્ત કર્યો છે આગામી તારીખ 17ના રોજ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.ની બધી પેટા કંપની દ્વારા ચલાવવામાં આવતા સબ સ્ટેશનના દરેક કર્મચારી દ્વારા પેનડાઉન કરવામાં આવશે પેનડાઉન દરમિયાન કર્મચારીઓ લોગશીત, રજીસ્ટર,લાઈન ક્લિયર,પરમીશન ડીટેઈલ જેવુ કોઈપણ કાર્ય કરવામાં નહીં આવે સાથે જ જનતાને અમે અડચણરૂપ નહીં બનીએ તેમ જણાવ્યું હતું.

- text