માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તાલુકા કોંગ્રેસની માંગ

- text


મોળીયા (મી.): માળીયા (મી.) તાલુકામાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચુકવવાની માંગ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

તાલુકા કોંગ્રેસ સમિતિએ કૃષિમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તાલુકામાં સતત વરસાદ પડવાના કારણે 50 ટકા ગ્રામ્ય વિસ્તારમાં આજ દિન સુધી ખેડૂતો વાવણી કરી શક્યા નથી. અને 50 ટકા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં પડેલા અતિભારે વરસાદના કારણે વાવેતર કરેલા વિસ્તારમાં પાક સંપૂર્ણ બળી ગયો છે. જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને માળીયા (મી.) તાલુકાને સંપૂર્ણ લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને ખાસ પેકેજ જાહેર કરી સત્વરે સહાય ચુકવવામાં આવે. જો 15 દિવસમાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.

- text

માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સતિષભાઈ વામજા, માળીયા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અશોકભાઈ કૈલા, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી બળદેવભાઈ દેત્રોજા, ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઈ દેત્રોજા સહિતનાઓએ કૃષિમંત્રીને આ અંગેની લેખિત રજૂઆત કરી છે.

- text