નવરાત્રી સ્પે. મોરપીંછ એક્ઝિબિશનમાં બહેનો અને બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન

 

17મીએ બહેનો માટે ગરબા અને દાંડિયા સ્પર્ધા અને 18મીએ નાના બાળકો માટે ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધા યોજાશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા આગામી તા.17 અને 18ના રોજ નવરાત્રી સ્પેશિયલ ભવ્ય મોરપીંછ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો અને બાળકોને મનોરંજન મળી રહે તે માટ એક્ઝિબિશનમાં બેહનો અને નાના બાળકો માટે વિનામૂલ્યે સ્પર્ધા પણ રાખવામાં આવી છે.

મોરબી અપડેટ દ્વારા રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.17 અને 18 સપ્ટેમ્બર (શનિ, રવી)ના રોજ સવારે 10:30 થી 9:30 સુધી મોરપીંછ નવરાત્રી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, નવરાત્રી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, ગરબા, કોડીયા, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 50 જેટલા સ્ટોલ હશે.

બહેનો અને નાના બાળકો માટે યોજાશે વિનામૂલ્યે સ્પર્ધા

1) ગરબા અને દાંડિયા ડેકોરેશન સ્પર્ધા

નિયમો : ગરબા અને દાંડિયા ડેકોરેશન સ્પર્ધામાં માત્ર બેહનો જ ભાગ લઈ શકશે.આ સ્પર્ધામાં ભાગ લેવા કોઇ જ ચાર્જ રાખવામાં આવ્યો નથી.સ્પર્ધા વિનામૂલ્યે છે.ગરબા અને દાંડિયા ઘરેથી ડેકોરેશન અને તૈયાર કરીને લાવવાના રહેશે અને એક્ઝિબિશનમાં પ્રેઝન્ટેશન કરવાના રહેશે. ગરબા અને દાંડિયા ડેકોરેશન બંને સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. આ સ્પર્ધા એક્ઝિબિશનમાં તારીખ 17ને શનિવારે બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે યોજવામાં આવશે.સ્પર્ધામાં 1 થી 3 નંબર આપવામાં આવશે.

2) નાના બાળકો માટે ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધા

નિયમો : ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધામાં માત્ર 10 વર્ષથી નીચેના બાળકો જ ભાગ લઈ શકશે.આ સ્પર્ધામાં ભાગ લેવા કોઇ જ ચાર્જ રાખવામાં આવ્યો નથી.સ્પર્ધા વિનામૂલ્યે છે.ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધા માત્ર આઝાદીના લડવૈયા ક્રાંતિકારીઓની વેશભૂષા માન્ય રહેશે અને બાળકને ઘરેથી તૈયાર કરીને લાવવાના રહેશે.આ સ્પર્ધા એક્ઝિબિશનમાં તારીખ 18ને રવીવારે બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે યોજવામાં આવશે.સ્પર્ધામાં 1 થીક3 નંબર આપવામાં આવશે.

ઉપરોકત બંને સ્પર્ધામાં ભાગ લેવા માટે 15 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

રજીસ્ટ્રેશન માટે :
ધરતીબેન : 9825941704