નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ અને યુવા મહોત્સવ યોજાયો

- text


 

મોરબી: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી- મોરબી દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ અને યુવા મહોત્સવ નાલંદા વિદ્યાલય- મોરબી ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. જેમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરની વિદ્યાર્થિનીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું.

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગરબા (વય જુથ 15 થી 20) અને દહા-છંદમાં કુનપરા નિશાએ પ્રથમ નંબર, રાસ (વય જુથ 15 થી 20) દ્વિતીય અને વકૃત્વ સ્પર્ધામાં શેરસીયા નરમીને તૃત્ય નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કક્ષા એવા ઉત્સવમાં પાદ પૂર્તિમાં પ્રિયંકાબેન ગાંધી અને ગઝલ શાયરીમાં ખાન સાનિયાએ પ્રથમ નંબર, કાવ્ય સ્પર્ધામાં અને લોકવાર્તામાં ઝાલા યોગીતાબાએ દ્વિતીય અને વક્તૃત્વ સ્પર્ધામાં વાળા એકતાએ ત્રીજો નંબર મેળવ્યો હતો.

- text

- text