હળવદ નજીક 27 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સમલી ગામથી આગળ વાંકડા ગામ તરફ જવાના રસ્તે નાલા પાસે ખારા નામની સીમમાં જાહેરમાં ઈંગ્લીશ દારૂ સંતાડવામાં આવી રહ્યો હતો ત્યારે દરોડો પાડ્યો હતો. જો કે, આરોપી પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી (રહે. સુંદરી ભવાની તા.હળવદ) ખુલ્લી જગ્યાનો લાભ લઈ પોતાના હવાલા વાળી કાર લઈ જઈ નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસ સ્થળ પરથી મેકડોવેલ નંબર વન વિદેશી દારૂની બોટલો નંગ-27 કિમત રૂપિયા 10,125નો મુદામાલ ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text