મોરબી બાયપાસ ઉપર આરટીઓ બ્રિઝના આડેધડ કામથી લોકો પરેશાન

- text


રોડની વચ્ચોવચ સિમેન્ટ વાહન રાખી દેવાતા ટ્રાફિક જામ

મોરબી : મોરબી બાયપાસ ઉપર આરટીઓ નજીક મચ્છુનદી ઉપર બની રહેલા બ્રિઝના આડેધડ કામથી લોકો પરેશાન થઈ ગયા છે. આજે આ બ્રિઝ ઉપર સિમેન્ટ વાહન વચ્ચોવચ ઉભું રાખી દેવાતા લોકો ટ્રાફિક જામનો ભોગ બન્યા હતા.

બનાવ અંગે જાણવા મળ્યા મુજબ મોરબી બાયપાસ ઉપર મચ્છુનદી ઉપર બની રહેલા બ્રિઝનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે જેમાં આજે કોન્ટ્રાકટર દ્વારા બ્રિઝની વચ્ચોવચ સિમેન્ટનું ટેન્કર કલાકો સુધી રાખી દેવાતા અહીંથી પસાર થતા વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

- text

- text