થોરાળામાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા સોનલબેન બન્યા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક

- text


મોરબી : ગત પ સપ્ટેમ્બરે શિક્ષક દિને મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત શિક્ષક સોનલબેન જયંતિલાલ વેગડ -થોરાળા પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળપણથી જોયેલુ શિક્ષક બનવાનુ સ્વપન પી. ટી. સી. મા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી પુરૂ થયુ. તા. ૧૯/૦૩/૨૦૦૭ ના રોજ પાટીયાળી પ્રાથમિક શાળા તાલુકો જસદણ, જિ રાજકોટમાં પ્રથમ નિમણુંક મળતા શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી હતી.

શિક્ષક તરીકેના છેલ્લા ૧૫ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેમણે વિવિધ પ્રકારની તાલીમો લીધી છે. અડાલજ ખાતે ૩ દિવસની રાજ્ય કક્ષાની યોગ રિસોર્સ પર્સન તરીકે ટ્રેનિંગ લીધી હતી. વર્ષ ૨૦૨૧ માં વાંકાનેરમા ૪ દિવસ યોગ માસ્ટર ટ્રેનર તરીકે મોરબી જિલ્લાના શિક્ષકોને તાલીમ પણ તેમણે આપી હતી.

તેમની રસ અને રુચી પ્રવૃતિ, TLM નિર્માણ અને રમતો દ્વારા શિક્ષણ આપવામાં હતી. જિલ્લાકક્ષાના ઇનોવેશન માટે તેમણે “રમકડા અને રમતો દ્વારા શિક્ષણ નામ” નો ઇનોવેટીવ રાઇપ પણ તેમેણે તૈયાર કર્યો હતો.

વાંચન, લેખન, ગણનનું જાતે સાહિત્ય તૈયાર કરી બાળકોને આપી શાળા સમય પહેલા શિક્ષણ આપી સમયદાન પણ કર્યુ છે અને તેમણે ગુણોત્સવમાં ખુબ જ સારી કામગીરી કરી હતી. તેમની શાળામાં તેઓ એક માત્ર મહિલા શિક્ષક હોવાથી કન્યાઓને લોહતત્વવાળા ખોરાક લેવા, જરૂરીયાત મુજબ એનિમિયા અને ક્રુમિઓની ગોળીઓનું વિતરણ કરે છે. તેમના વર્ગમાં સ્વચ્છતા કિટનું પણ નિર્માણ કર્યું છે. જેમાંથી બાળકોને પણ સ્વચ્છતાનો સંદેશ મળે છે.

- text

છેલ્લા ૧૨ વર્ષથી રસ અને રુચી પ્રવૃતિ, TLM નિર્માણ અને રમતો દ્વારા શિક્ષણ અપવાનું કાર્ય થોરાળા ગામની થોરાળા પ્રાથમિક શાળામાં આજે પણ અવિરત પણે ચાલુ છે.

શાળામાં પ્રાર્થનાસભાને અસરકારક બનાવવા માટે ધૂન, ભજન, બાલગીત, આજનો દિપક, આજનું ગુલાબ, ઘડિયાગાન, દિન વિશેષ, ધ્યાનયોગ, આસન, પ્રાણાયામ, સંસ્કાર, સ્વયંશિસ્ત અને પ્રાર્થનાને અનુરૂપ ઐતિહાસીક, સામાજિક, ધાર્મિક દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી જીવન તથા પ્રગતિશીલ વિચારસરણીનું ભાથું આપવા હંમેશા પ્રયત્નશીલ છે તથા તમામ કાર્યમાં સકારાત્મક બની શિક્ષક તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે. શાળાના વિવિધ કાર્યક્રમો, શાળા પ્રવેશોત્સવ, વિશ્વ યોગ દિવસ, રાષ્ટ્રિય કાર્યક્રમો , શહિદ દિન, શ્રધ્ધાંજલી, બાળ મેળો, વિજ્ઞાન મેળો, કલા ઉત્સવ રમોત્સવ, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા વગેરેમા બાળકોને યોગ, આસનો અને રમત-ગમત ક્ષેત્રે તાલુકા અને જિલ્લા કક્ષા સુધી ભાગ લેવડાવે છે.

- text