માળિયાના ભાવપર ગામેથી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનો પ્રારંભ

- text


વિદ્યાર્થીઓ તથા ગામલોકોને સાથે રાખી વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરાયું

મોરબીઃ આજે તારીખ 6 સપ્ટેમ્બરના રોજ માળીયાના ભાવપર ગામેથી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક મુક્ત ભારત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભાવપર ગ્રામ પંચાયતના સરપંચ મનુભાઈ ગામી, માજી સરપંચ બાબુભાઈ ગઢિયા, તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ બાવરવા, બક્ષી પંચ મોરચાના મહામંત્રી ધનેશ્વર વ્યાસ, માજી આચાર્ય કડીવાર સાહેબ તથા ભાવપર તાલુકા શાળાના આચાર્ય એન.ડી.પટેલ તથા સાથી શિક્ષકો- સંકુલના સહકારથી આ કાર્યક્રમના મોરબી જિલ્લાના સંયોજક મનુભાઈ કૈલા, સહ સંયોજક હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા, મેહુલભાઈ ગાંભવા વગેરેએ ભાવપર ગામમાં દરેક શેરીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન વિદ્યાર્થીઓ તથા ગામ લોકોને જોડીને મોરબી જીલ્લામાં અભિયાનની શરૂઆત ભાવપર ગામથી કરી હતી. જેનો શ્રેય ભાવપર ગામને આપ્યો છે.

- text

- text