મોરબી જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકશે

- text


મોરબીઃ મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કાયદા સલાહકારની એક જગ્યા માટે 11 માસના કરાર આધારિત નિમણૂક કરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 50 વર્ષ રાખવામાં આવી છે. સાથે જ માન્ય યુનિવર્સિટીની કાયદાની સ્નાતકની ડિગ્રી, કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ અને વકીલાતની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

- text

કાયદા સલાહકારની એક જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી પત્રકનો નમુનો જિલ્લા પંચાયત કચેરી મોરબીની વેબસાઈટ https://morbidp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે 29 ઓગસ્ટથી 10 દિવસ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, મોરબી, શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર, મોરબી-2ના સરનામે રજી. પો.એડી. થી મોકલી આપવાની રહેશે.

- text