કલા મહાકુંભમાં ટંકારાના શિક્ષકો લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ

- text


ટંકારા : તાજેતરમાં નાલંદા વિદ્યાલય ખાતે આયોજિત કલા મહાકુંભમાં ટંકારા તાલુકાના શાળાના શિક્ષકોએ 21 થી 59ની વયજૂથની કેટેગરીમાં લગ્નગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં પ્રથમ નંબરે આવ્યા હતા.

ટંકારાની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકાકક્ષાના ક્લા મહાકુંભનું આયોજન થયું હતું.જેમાં ટંકારા તાલુકાની શાળાઓમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનુક્રમે મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના અગ્રાવત જાનકીબહેન બિહારીદાસ,ગાયત્રીનગર તાલુકા શાળાના વાંસજાળીયા અસ્મિતાબહેન ખીમજીભાઈ, ટંકારા કન્યા પ્રાથમિક શાળાના બાલધા પૂનમબહેન ગોરધનભાઈ તેમજ હરબટીયાળી પ્રાથમિક શાળાના સાંચલા ગીતાબહેન મનસુખાલાલે 21 થી 59 ની વયજૂથની કેટેગરીમાં લગ્નગીત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ટંકારા તાલુકાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું.

- text

- text