મોરબીમાં “સ્વયં શિસ્ત, સ્વયં શિક્ષક” શીર્ષક હેઠળ શિક્ષકદિનની ઉજવણી

- text


પી.જી.પટેલ કોલેજમા વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો જેવા સૂત્રો સાથે રેલી કાઢી સફાઈ અભિયાન હાથ ધર્યું

મોરબી : આજરોજ ૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષકદિનની દેશભરમાં ઉજવણી થતી હોય છે. જેમાં વિધાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનતા હોય છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી.

પી.જી.પટેલ કોલેજમાં સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ “સ્વયં શિસ્ત, સ્વયં શિક્ષક” શીર્ષક અંતર્ગત વિધાર્થીઓએ કોલેજની આસપાસના વિસ્તારમાં નગરપાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું તેમજ પર્યાવરણ અંગેની લોક જાગૃતિ માટે પર્યાવરણ બચાવો જેવા વિવિધ સુત્રો સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ એક દિવસ માટે કોલેજ આવવા જવા માટે વાહનનો ઉપયોગ ન કરવાનો પ્રેરણાત્મક નિર્ણય કર્યો હતો. આમ આ અનોખી ઉજવણી કરીને સમાજને એક નવી રાહ ચીંધી હતી.
આ સમગ્ર ઉજવણીને સફળ અને સાર્થક બનાવવા માટે કોલેજ સ્ટાફ સહીત વિદ્યાર્થીઓએ પણ જહેમત ઉઠાવી હતી.

- text

- text