મોરબીના જેપુર ગામે જાહેર જુગાર રમતા આઠ ઝડપાયા

- text


તાલુકા પોલીસ ટીમે રોકડા રૂપિયા 1,06,200 કબ્જે કર્યા

મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી આઠ જુગારીઓને રોકડા રૂપિયા 1,06,200 સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે જેપુર ગામે જાહેર શેરીમાં દરોડો પાડી જનકભાઈ જગજીવનભાઈ પટેલ, ગંગારામભાઈ જેરામભાઈ પટેલ, અશ્વીનભાઈ જગજીવનભાઈ પટેલ, મુકેશભાઈ જગજીવનભાઈ પટેલ, રાજેશભાઈ ડાયાલાલ પટેલ, પાર્થભાઈ નવલભાઈ પટેલ, કીરીટભાઈ હસમુખભાઈ પટેલ અને હીતેષભાઈ રામજીભાઈ પટેલ રહે.તમામ જેપુર તા-જી મોરબી વાળાને રોકડા રૂપિયા 1,06,200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ જયદેવસિંહ ખોડુભા ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ દીનેશભાઈ હનાભાઈ બાવળીયા, પો.કોન્સટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવા, જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ, કેતનભાઈ જીવણભાઈ અજાણા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ભગીરથભાઈ દાદુભાઈ લોખીલ તથા પંકજભા પ્રવિણભા ગુઢડા દ્વારા કરવામાં આવેલ હતી.

- text