મોરબીને ધૂળિયું નગર બનાવી દીધું હોવાનો કોંગ્રેસ અગ્રણીનો આરોપ

- text


રમેશભાઈ રબારીએ બ્રિજેશભાઈ મેરજા સામે પણ સવાલો ઉઠાવ્યા

મોરબી: મોરબી શહેરને ભાજપ શાસિત નગરપાલિકાએ ધૂળિયું નગર બનાવી દીધું હોવાનો આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ લગાવ્યો છે અને આ અંગે મંત્રી બ્રિજેશ મેરજા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

- text

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યું કે, મોરબી શહેરના એક પણ રસ્તા ચાલવા લાયક નથી. જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા છે. રોડ રસ્તા નવા બનાવવાના બદલે નગરપાલિકા દ્વારા ખાડા ભરવાનું કામ કરવામાં આવે છે અને તેમાં પણ ખાલી ધૂળ નાખી પેચ વર્ક કરી દેવામાં આવે છે. જેના કારણે રોડ પર સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. દુકાનદારોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. રસ્તા ઉપર ધૂળ ઉડવાના કારણે શ્વાસ અને ફેફસાના રોગ થવાથી લોકો ભયભીત છે. ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા આ રોડ રસ્તા પર ચાલે છે તેમ છતાં તેઓને આ ઉડતી ધૂળ દેખાતી નથી. આમ જાણી જોઈને મોરબીને ધૂળિયું નગર બનાવી દેવાયું હોવાનો આરોપ રમેશભાઈ રબારી લગાવ્યો છે. રમેશભાઈ રબારી આ અંગે જણાવ્યું છે કે, મોરબી શહેર અને જિલ્લાની પ્રજાના આરોગ્યની ચિંતા કરીને તાત્કાલિક ધૂળ ઉડતી બંધ કરવા માટે સફાઈ કામ કરાવી પાણીનો છંટકાવ કરવામાં આવે અને રોડ રસ્તાના ખાડામાં ડામર અને સિમેન્ટનું પેચ વર્ક કરવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માગણી છે.

- text