મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓએ લીધી અદાણી ગ્રુપની મુલાકાત

- text


મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજના BBAના વિધાર્થીઓએ મુન્દ્રા ખાતે બે દિવસ અદાણી ગ્રુપના વિવિધ એકમોની મુલાકાત લીધી હતી.આ એકમોની મુલાકાત દરમિયાન વિધાર્થીઓને કંપનીના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટ કરતા શીખ્યું હતું.

વિધાર્થીઓને પ્રેક્ટીકલ શિક્ષણ થકી પુસ્તકના જ્ઞાન સાથે સાથે વ્યવસાયિક અનુભવો પણ મળે તેવા હેતુથી મોરબીની પી.જી.પટેલ કોલેજના BBAના વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે કચ્છના મુન્દ્રા ખાતે આવેલ અદાણી ગ્રુપના વિવિધ એકમોની મુલાકાતઓ આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના વિવિધ એકમો જેવા કે અદાણી પાવર, અદાણી પોર્ટ , અદાણી વિલ્માર વગેરે જેવા સુવિખ્યાત ઓદ્યોગિક એકમોની મુલાકાત લઈને સમગ્ર કામગીરીથી વિધાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ એકમોની મુલાકાત દરમિયાન વિધાર્થીઓને કંપનીના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટના પાઠ શીખવવામાં આવ્યા હતા અને આ વિધાર્થીઓ ભવિષ્યના એક સફળ મેનેજર કેમ બની શકે એ અંગે અર્થસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર મુલાકાત દરમિયાન પી.જી. પટેલ કોલેજના પ્રાધ્યાપકો વિપુલ ગોસ્વામી અને હાર્દી દવે વિધાર્થીઓ સાથે જોડાયા હતા.

- text

- text