ઉલટી ગંગા ! મોરબીમાં પોલીસમેન પતિને પત્નીએ માર માર્યો

- text


મને પૂછ્યા વગર તારા નાના ભાઈને મોટર સાયકલ કેમ આપ્યું કહી પત્ની પોલીસમેનની જ લાકડી લઈ તૂટી પડી 

મોરબી : આજની નારી અબળા મટી સબળા બની હોવાની પ્રતીતિ કરાવતા કિસ્સામાં પોલીસમેન પતિને પત્નીએ તેની જ લાકડી વડે બેફામ માર મારી લોહી જાણ કરી દેતા કાન ઉપર, માથાના ભાગે ટાંકા લેવા પડયા છે અને હાલ એએસઆઈ પતિને સારવારમાં ખસેડવા પડતા હોસ્પિટલના બિછાનેથી માથાભારે પત્ની વિરુદ્ધ તેમના જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવી પડી છે.

ઉલટી ગંગા જેવા કિસ્સાની વિગત જોઈએ તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને મોરબી શહેરના પંચાસર રોડ ભાભા એકસ્પોર્ટ હાઉસ પાછળ નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નંબર 403બી મા રહેતાજનકભાઇ છગનભાઇ મારવાણીયા ઉ.37 નામના પોલીસ જવાનને તેમના જ પત્નીમનીષબેન જનકભાઇ મારવાણીયાએ દવા લેવા જવું છે કહી ઘરે બોલાવી લાકડીએ લાકડીએ ઢીબી નાખ્યા હોવાની ફરિયાદ તેમના જ પોલીસ મથકમાં નોંધાવી છે.

- text

વધુમાં એએસઆઈ જનકભાઈએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે બે દિવસ પહેલા સિરામિકમાં કામ કરતા તેમના નાના ભાઈ જનકભાઈનું મોટર સાયકલ લઈ ગયા હોય જે તેમના પત્ની મનીષાબેનને ગમ્યું ન હતું જેથી ગઈકાલે તેઓ ઘેર ગયા ત્યારે મને પૂછ્યા વગર મોટર સાયકલ કેમ આપ્યું કહી પોલીસની પ્લાસ્ટિકની લાકડી લઈ બેફામ માર મારતા માથાના ભાગે, કાન પાસે અને હાથમાં ઇજાઓ થવા પામી હતી અને આ સમયે જનકભાઈની દશ વર્ષની પુત્રી વિધિ આવી જતા રાડા રાડી કરતા આડોશી પાડોશી આવી જતા જનકભાઈ વધુ મારથી બચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, જનકભાઈના લગ્ન 12 વર્ષ પહેલા મનીષાબેન સાથે થયા હતા અને મનીષાબેનને સાસુ, સસરા કે જનકભાઈના ભાઈઓ સાથે સંબંધ પસંદ ન હોય બન્ને પતિ પત્ની વચ્ચે મેળમિલાપ ન હોવાનું અને અગાઉ મનીષાબેને પોલીસમેન પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પત્ની પીડિત પોલીસમેન જનકભાઈની ફરિયાદને આધારે મનીષાબેન વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, તથા જી.પીએકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text