મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં શુક્રવારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં ૦ થી ૧૦ વર્ષ સુધીની દિકરીઓ માટે મુખ્ય પોસ્ટ ઓફિસમાં આગામી તા.૨ને શુક્રવારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જરૂરી ડોક્યુમેન્ટ સાથે મુખ્ય પોસ્ટ ઓફિસે સવારે ૯ થી ૫ વાગ્યા સુધીમાં પહોચી કેમ્પનો લાભ લેવો.

ભારત સરકારની ૦ થી ૧૦ વર્ષ સુધીની દિકરીઓ માટેની સુકન્યા સમૃદ્ધિ યોજના જે સૌથી સારું વળતર તેમજ દિકરીને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ,આત્મનિર્ભર બનવા,તેમ.જ લગ્ન પ્રસંગે મળવાપાત્ર લાભો માટેની ઉત્કૃષ્ટ યોજના છે.આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. ઘણી જ દિકરીઓ આ યોજનાથી વંચિત રહી ન જાય તે માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આગામી તા. ૨ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

- text

આ કેમ્પ સવારના ૯ થી ૫ વાગ્યા સુધી કેમ્પ ચાલું રહેશે.આ ખાતું ખોલવા માટે કન્યાના જન્મ તારીખનો દાખલો,વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્ષ કોપી અને વાલીના પાસપોર્ટ સાઈઝના ૨ ફોટોગ્રાફ, અને Rs.250/ સાથે હાજર રહેવું. સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે.મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા PRI જે.આર.રાવલની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.વધુ વિગત માટે પ્રશાંતભાઈ પાટીલ મો.9426405599 પર સંપર્ક કરવો.

- text