20 સપ્ટેમ્બર પહેલા તૂટેલા રસ્તા રીપેર કરો : મોરબી માર્ગ મકાન વિભાગને સરકારની સૂચના

- text


કાલથી મોરબી -હળવદ રોડના ગાબડાં બુરાશે : મોરબીમાં ચોમાસા દરમિયાન અલગ-અલગ માર્ગોને અડધા કરોડનું નુકશાન

મોરબી : વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને પ્રજાને પડતી મુશ્કેલી ધ્યાને લઈ મોરબી જિલ્લામાં વરસાદને પગલે તૂટી-ફૂટી ગયેલા રસ્તાઓ રીપેર કરવા માર્ગમકાન વિભાગને તાકીદ કરી આગામી 20 સપ્ટેમ્બર સુધીમાં પેચવર્કના કામ પુરા કરવા તાકીદ કરી છે.

ઓણસાલ મોરબી જિલ્લામાં વરસાદને પગલે રસ્તાઓને વ્યાપક નુકશાન પહોંચતા લોકો હડદા ખાઈ ઉંટ સવારી કરવા મજબુર બન્યા છે. ખાસ કરીને મોરબી શહેરની હદમાં આવેલ માર્ગ અને મકાન વિભાગના રોડની હાલત બિસ્માર થવાની સાથે જેતપર પીપળી રોડ, લજાઈ -હડમતીયા માર્ગ, ટંકારા લતીપર માર્ગ, હળવદ – મોરબી હાઇવેને વ્યાપક નુકશાન પહોંચ્યું હોવાથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

- text

બીજી તરફ તૂટેલા રોડ રસ્તા મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગના હિતેષભાઇ આદ્રોજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સૂચના અન્વયે આગામી તા.20 સપ્ટેમ્બર સુધીમાં તમામ નુકશાન પામેલા રોડ-રસ્તા રીપેર કરવામાં આવનાર હોવાનું ઉમેરી અંદાજે 50 લાખના ખર્ચે તમામ રસ્તાઓના રીપેરીંગ, પેચવર્કના કામ કરવામાં આવનાર હોવાનું જણાવી હળવદ-મોરબી રસ્તામાં પડેલા ગાબડાઓ આવતીકાલથી રીપેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text