ટંકારામાં ભૂલકાઓની અનેરી ગણેશ ભક્તિ : ઝૂંપડી બનાવી ગણેશજીનું સ્થાપન

- text


ગરીબવર્ગના ટાબરિયાઓએ વિજપોલના ટેકે તૂટેલી ફુટેલી ઝોપડી રૂપે પંડાલ બનાવી ગણપતિ દાદાનું સ્થાપન કરીને ભક્તિ શરૂ કરી

ટંકારા : કહેવાય છે કે ભગવાનની ભક્તિ માટે ખરા દિલથી ભાવ હોવો જરૂરી છે. એના માટે બાહ્ય આંડબર કે દેખાવની જરાય જરૂર નથી. આજે ગણેશ ચતુર્થીએ ભવ્ય મોટા ગણેશ મહોત્સવના આયોજન વચ્ચે ટંકારામાં સામાન્ય વર્ગના બાળકોની સાચી ગણેશ ભક્તિ સામે આવી છે. જેમાં ટંકારાના મફતીયા પરના બાળકોએ પોતાના ખિસ્સા ખર્ચથી વિજપોલના ટેકે તૂટેલી ફુટેલી ઝોપડી બનાવી ગણપતિ દાદાનું સ્થાપન કરીને ભક્તિ શરૂ છે.

આજથી દુંદાળા દેવ અને રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદાની ભક્તિ કરવાનો અનેરો અવસર શરૂ થયો હોય ત્યારે ઠેરઠેર ભવ્ય મોટા અયોજનો કરી ગણેશજીની સ્થાપના થઇ રહી હોવાની વચ્ચે ટંકારાની મામલતદાર કચેરીની બાજુમાં આવેલ મફતિયાપરાના સામાન્ય વર્ગના નાના બાળકોએ પણ ગણેશજી પ્રત્યે પોતાની અનેરી શ્રદ્ધા દર્શાવવા ફૂલ નહિ તો ફૂલ પાંખડીની જેમ ઘરેથી ખિસ્સા ખર્ચ માટે મળતા એકાદ બે રૂપિયા દરરોજ એકઠા કરી આ ખિસ્સા ખર્ચમાંથી નાના પાયે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં વિજપોલના ટેકે લોખંડના કટકા અને કાંટાળી વાડ કરી તૂટેલું ફુટેલું છાપરું બનાવી અને નીચે પાલ પાથરી એમ આવા નાનકડા પંડાલ બનાવી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે અને આજથી ભોળાભાવે ભૂલકાએ ગણેશજીની ભક્તિ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાળકો એકદમ સામાન્ય વર્ગના છે એટલે તેમને આમિરના બાળકોની જેમ પોકટમની ઢગલાબંધ ન મળતી હોય, માત્ર ઘરેથી ભાગ લેવા માટે આ બાળકોને એકાદ-બે રૂપિયાથી વધુ ન મળે. છતાં આ રૂપિયો-રૂપિયો બધાય સંપીને ભેગા કરી પોતાની રીતે ગણેશજીની ભક્તિ કરી હોય એમાં આ બાળકોનો ભક્તિભાવ સાચો હોય ગણેશજી અવશ્ય તેમના ઉપર કૃપા વરસાવશે તેવી લોકો જણાવી રહ્યા છે.

- text

- text