નવજીવન વિધાલયના ખેલાડીઓએ ટેક્વોંડો ચેમ્પિયનશિપમાં 26 મેડલ જીત્યા

- text


મોરબીઃ ગત તારીખ 21 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ગુજરાત ટેક્વોંડો એસોસિએશન આયોજિત “ગુજરાત કપ ટેક્વોંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨”નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લઈ ટેક્વોંડો ફાઈટ ઈવેન્ટમાં ૩ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ ,૭ બ્રોન્ઝ મેડલ અને ટેક્વોંડો પુમસે ઈવેન્ટમાં ૭ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ એમ કુલ મળીને ૨૬ મેડલ પોતાના નામે કરી સમગ્ર ગુજરાત રાજયમાં મોરબી જિલ્લાનો ડંકો વગાડયો હતો.

- text

આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર ડી.બી.પાડલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ તેમજ સમગ્ર નવજીવન વિધાલય પરિવાર અભિનંદન પાઠવી આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text