મોરબી નવયુગ કરિયર એકેડેમી દ્વારા ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓની ફ્રેશર્સ પાર્ટી યોજાઈ

- text


મોરબી : મોરબી નવયુગ કરિયર એકેડેમી દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.પાર્ટીમાં વિવિધ કેટેગરી વાઈઝ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં સ્કિલ બેઈઝ કોર્સ ચલાવતી નવયુગ કરિયર એકેડેમી દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન ક્લબ 36માં કરવામાં આવેલ હતું.તેમજ ફ્રેશર્સ પાર્ટીની સાથે સાથે વિવિધ કેટેગરી વાઈઝ એવોર્ડ વિતરણ કરી સ્ટુડન્ટને પ્રોતસાહિત કરવામાં આવેલ હતા.

નવયુગ ફેશન ડિઝાઇનિંગમાં હાલ 50 જેટલી ગર્લ્સ તેમજ હાઉસ વાઈફ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહેલ છે સાથે સાથે ઓનલાઇન બિઝનેસ અને બુટ્ટીક દ્વારા સારી આર્થિક આવક પણ મેળવી રહી છે.

- text

આ કાર્યક્રમમાં પ્રમુખ પી.ડી કાંજિયા, બળદેવભાઈ, દુષ્યંતભાઈ, ક્રિષ્ન કાંજીયા, તેમજ દીપિકાએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

- text