મોરબીમાં અબોલ જીવો માટે ભોલેનાથનો અનોખો ભંડારો

- text


સેવાભાવી યુવાનોએ શિવલિંગની રંગોળી બનાવી કીડિયારુ પૂર્યું

મોરબી : મોરબીના પર્યાવરણપ્રેમીઓએ આજે શ્રાવણ માસની અમાસની અનોખી ઉજવણી કરી હતી. આજે શિવલિંગની રંગોળી બનાવી 51 નાળિયેરમાં કીડીયારું ભરી અબોલ જીવો માટે ભંડારો યોજ્યો હતો.

પર્યાવરણપ્રેમી વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા આજે શ્રાવણમાસની અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શિવલીંગની રંગોળી બનાવી કીડીયારું પુર્યું હતું. 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ 51 જગ્યાએ મુકવામાં આવ્યું હતું. આ નારિયેળ બાવળ અને બોરડીના ઝુંડમાં મુક્યાં હતા. જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે. આમ આ જીવદયા પ્રેમીઓએ કીડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.

- text

- text