ખાનગી શાળાઓ માટે જોખમ ! મોરબીમાં ધો.9થી12ના 1835 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી

- text


કોરોના પછી ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં ત્રણ ગણો વધારો

મોરબી : મોરબી જિલ્લામાં વાલી અને વિદ્યાર્થીઓમાં ખાનગી શાળા પ્રત્યેનો મોહ ઘટ્યો છે અને સરકારી સ્કૂલ પ્રત્યે લગાવ વધ્યો હોવાનું ઉજળું ચિત્ર સામે આવ્યું છે. સામાન્ય રીતે સરકારી શાળાનું શિક્ષણ કથળી ગયાની ફરિયાદ સાથે વાલીઓ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં દાખલ કરતા હોય છે. પણ મોરબીમાં ઉલટી ગંગા વહી જેના પરિણામરૂપ ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા છે.આ માટે ખાનગી શાળાઓની ચામડાતોડ ફી અને ફીની કડક ઉઘરાણી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

- text

મોરબી જિલ્લામાં આ વર્ષે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધારો થયાનું સામે આવ્યું છે. પહેલા પ્રાથમિક વિભાગ બાદ માધ્યમિક અને ઉચ્ચ મધાયમિક વિભાગના પણ ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં વધ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ વર્ષ 2019 માં આશરે 600 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારીમાં પ્રવેશ મેળવ્યો હતો અને કોરોના કાળ બાદ 3 ગણો વધીને 1835 વિદ્યાર્થીઓ થયા છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો.9થી 12માં સ્વનિર્ભર એટલે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો હોય એવા સરકારી મોડેલ શાળામાં 300, ગ્રાન્ડેટ શાળામાં 1521 અને આદર્શ નિવાસી શાળામાં 14 મળી કુલ 1835 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી ધો.9થી 12ની સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

- text