મોરબીના ત્રાજપરમાં બે અને વાંકાનેર સિંધાવદરમાં ત્રણ જુગારી પકડાયા

- text


મોરબી : સાતમ – આઠમના તહેવારો જવા છતાં હજુ પણ જુગારીઓ જુગાર રમવાનું ચાલુ રાખતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા દરોડાનો દૌર યથાવત રાખી મોરબીના ત્રાજપરમાં બે અને વાંકાનેર સિંધવદરમાંથી ત્રણ જુગારીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર વિસ્તારમાં દરોડો પાડી રમેશભાઇ બાબુભાઇ સાતલો અને ચંદુભાઇ ગોવિંદભાઇ બારૈયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કર્યા હતા.

- text

જ્યારે વાંકાનેર પોલીસે જીતેશભાઇ નાનજીભાઇ દલસાણીયા, નીતેષભાઇ રવજીભાઇ સોલંકી અને દીનેશ ઉર્ફે દીલો સોમાભાઇ વીરસોડીયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 6700 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text