હળવદ નજીક ટ્રેઇલર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ, એકને ઇજા

- text


હળવદ : હળવદ નજીક ટ્રેઇલર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે ઉપર શ્રીજી હોસ્પિટલ સામે ટ્રેઇલર નંબર આર.જે.-36-જી.એ.-5349ના ચાલકે ડબલ સવારી બાઇકને તા.16 ઓગસ્ટના રોજ હડફેટે લેતા ગોલાસણ ગામના રણજીતભાઇ ગોરધનભાઇ સુરેલાને ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમના મિત્ર વિક્રમભાઇ લાભુભાઇ બહાપીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text