લશ્કરી ભરતીમાં ભાગ લેવા માટે ૩ સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ

- text


તા. ૨૦ ઓક્ટૉબર થી ૧૨ નવેમ્બર દરમિયાન સૈન્યમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા

મોરબી : ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નીવીર સોલ્જર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર ક્લાર્ક/SKT, અગ્નિવીર સોલ્જર ટ્રેડ-મેન તમામ ટ્રેડ, વગેરે) પર ભરતી કરવા માટે આગામી તા. ૨૦/૧૦/૨૦૨૨ થી તા. ૧૨/૧૧/૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિર્વસિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ http://www.joinindianarmy.inc.in પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જેથી ભારતીય સેનામાં જોડાવા માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. ૦૩/૦૯/૨૦૨૨ સુધીમાં કરાવવા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text

- text