જેતપર ગામે યુવાન પર હુમલા મામલે વિશ્વ હિન્દુ પરિષદ આકરે પાણીએ

- text


માથાભારે તત્વો લુખ્ખગીરી ચલાવી ગ્રામજનોને રંજાડ કરતા હોવાથી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની માંગ કરી

મોરબી : મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલાને ભારે રોષ વ્યાપી ગયો હતો. આ હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને યુવાન ઉપર હુમલો કરનાર માથાભારે તત્વો લુખ્ખગીરી ચલાવી ગ્રામજનોને રંજાડ કરતા હોવાથી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની માંગ કરી છે.

- text

મોરબી વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કલેકટને આવેદન આપીને જણાવ્યું હતું કે ગઈકાલે યુવાન ઉપર માથાભારે તત્વોની છાપ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.આ માથાભારે તત્વો નદીમાંથી ખનીજ ચોરી કરીને ગામમાં ગેરકાયદે પેશકદમી કરીને હુમલાઓ કરવાની ટેવવાળા છે.જેમાં જાહેર જગ્યાએ આંગણવાડી પાસે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવીને ભાડે આપી દીધી છે. આ ઉપરાંત આ માથાભારે શખ્સોએ નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરી ખેડૂતોને જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. ગામના લોકોનો રંજાડતા હોવાથી આવા તત્વોને સબક શીખવાડવાની માંગ કરી છે.

- text