ખોખરાધામ ખાતે સારશ્વત સત્સંગમાં હાજરી આપતા રાજ્યમંત્રી મેરજા

- text


મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર- હરીહર ધામ, મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજીના ચરણોમાં વંદન કરી પોતાને ભાગ્યશાળી ગણાવતા જણાવ્યું હતું કે, અહીં ખોખરા હનુમાનજી મંદિર ખાતે ધર્મના પ્રચાર તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે એક નવી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ પ્રભાવશાળી જગ્યા પર દિવ્ય અનુભૂતિ થાય છે.

આ પ્રસંગે ખોખરા હનુમાનજી મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સારશ્વત સર્વની ઉપસ્થિતિમાં મંદિરના પટાંગણમાં વિશાળ સભાખંડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, સારશ્વત સર્વ કૌશિકભાઇ વ્યાસ, જીગ્નેશ દાદા, ગૌતમ શાસ્ત્રી, હરેશ શાસ્ત્રી, ધનંજય શાસ્ત્રી તથા વિવિધ સારશ્વત, કથાકારો, સંતો-મહંતો તેમજ ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text