પૂજ્ય મહાત્મા ગાંધી વિશે વિવાદિત કાવ્ય પઠન કરનાર મધ્યપ્રદેશના કવિને નોટિસ

- text


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાવ્ય મહાકૂંભ પૂ. મહાત્મા ગાંધી વિશે ખરાબ કાવ્ય પઠન કરવું કવિને ભારે પડશે

મોરબી : રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ કાવ્ય મહાકુંભ કાર્યક્રમમાં દેવકૃષ્ણ પ્રસાદ નામના મધ્યપ્રદેશના કવિએ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલી કાવ્ય પઠન કરતા આ મામલે પોલીસ દ્વારા નોટીસ આપવામાં આવી છે. દેવકૃષ્ણ પ્રસાદને નિવેદન આપવા મામલે નોટીસ પાઠવવામાં આવી છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીનું અપમાન થયાની વાત સામે આવી હતી. મધ્યપ્રદેશના કવિએ મહાત્મા ગાંધી વિશે કેટલાક વિવાદીત શબ્દનો પ્રયોગ કર્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી કાવ્ય મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાવ્ય મહાકુંભનું આયોજનમાં મધ્યપ્રદેશના આ કવિ દ્વારા કવિતા પઠન દરમિયાન વિવાદીત નિવેદન કરાયું હતું. મહાત્મા ગાંધી વિશે વિવાદીત શબ્દનો પ્રયોગ કરાતા મામલો ગરમાયો હતો. ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં આવીને આ પ્રકારે અપમાન જનક શબ્દનો પ્રયોગ થતા ગાંધીજીના ચાહકોમાં પણ આ મામલે ભારોભાર રોષ હોવાનું સામે આવ્યો હતો, કોંગ્રેસ દ્વારા પણ ભારોભાર વિરોધ કરાયો હતો.

- text

આ કવિતા થઈ હતી પઠન

મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ પ્રસાદે ગાંધીજીને અનુલક્ષીને કવિતામાં પઠન કરતા કહ્યું કે, ‘સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા; એક હઠ ધર્મી જીન્હા થા તો ઉસકી બાતેં માની કયો, આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે,માતા કે બટવારે કો સાલ પચ્ચતર બિત ગયે; હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી. આમ આ કવિતા મામલે 10 દિવસ પહેલા અગાઉ વિવાદ સર્જાયો હતો.

- text