યંગ ઇન્ડિયા ગ્રુપના ક્રિષ્ના ઉત્સવ મેળામાં અતિથિ બનતા મંત્રી મેરજા : સમગ્ર વ્યવસ્થાને બિરદાવી

- text


 

રાજ્યમંત્રીએ ક્રિષ્ના ઉત્સવ મેળાની શુભેચ્છા મુલાકાત લીધી અને ટીમને અભિનંદન પાઠવ્યા

મોરબી : મોરબીવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે મોજ માણી શકે, તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળાની રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લઈ મેળામાં આપવામાં આવેલી સુવિધા અને વ્યવસ્થાની બિરદાવી હતી. તેમજ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મોરબીમાં સંસ્કૃતિ જનજાગૃતિ અને જનહિતસેવા પ્રકલ્પના સંસ્કાર મૂલ્યોના જતન માટે કાર્યરત રાષ્ટ્રગૌરવ સમી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળા ૨૦૨૨ની રાજયકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી. મોરબીવાસીઓના મનોરંજન તેમજ સુખાકારી માટે યોજાયેલ મેળાની મુલાકાત દરમિયાન ફ્રી એન્ટ્રી, વાઇફાઇ, સેલ્ફી પોઇન્ટ, મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ સુરક્ષા છત્રની વ્યવસ્થા કરવા બદલ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારી તથા સમગ્ર ટીમની મુક્તમને પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ કે. કે. પરમાર, સમિતિ ચેરમેન માવજીભાઈ કણજારિયા, સમિતિ ચેરમેન રોહિતભાઈ કણજારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં બે વર્ષ બાદ યોજાયેલ ક્રિષ્ના ઉત્સવ મેળાને જબરો પ્રતિસાદ મળતા લોકોની લાગણીને ધ્યાને લઇ તા. 29 ઓગસ્ટ સુધી મેળાને લંબાવાયો છે. ત્યારે મોરબીવાસીઓ ફરીવાર મેળાની મોજ માણે, તેવી અપીલ ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહેરીજનોને કરી છે.

- text

- text