મોરબીમાં અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે ક્રિષ્ના ઉત્સવ મેળો તા.29 સુધી લંબાવાયો

- text


 

જન્માષ્ટમી બાદ પણ મોરબીવાસીઓ મન ભરીને મેળો માણતા હોય લોકોની લાગણીને ધ્યાને લઇ હજુ 29 ઓગસ્ટ સુધી મેળો માણી શકાશે તેવી જાહેરાત કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી

મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે ક્રિષ્ના ઉસત્વ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જન્માષ્ટમીનો દસમ સુધીનો તહેવાર પૂરો થયા બાદ પણ આ લોકમેળામાં પગ મુકવાની જગ્યા ન બચી હોય તેટલી જનમેદની ઉમટી પડે છે.અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે યંગ ઇન્ડિયા ગ્રુપના ક્રિષ્ના મેળાને તા.29 સુધી લંબાવાયો છે.

મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં સાતમના દિવસથી જ મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપનો મોરબીવાસીઓ તેમજ આસપાસની જનતા માટે જન્માષ્ટમીનો એકમાત્ર સુરક્ષિત લોકમેળો હોવાથી જન્માષ્ટમી અને નોમના દિવસે હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડી હતી.

જ્યારે રવિવાર હોય અને ઉપરથી દસમ દિવસે આ મેળાની કાલે પણ રંગત ખીલી ઉઠી હતી. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો હતો. આ મેળામાં 15થી વધુ મોટાઓ માટે અને 20 થી વધુ નાના બાળકો માટેની રાઇડ્સ, તેમજ રમકડાં સહિતના 50 થી વધુ સ્ટોલ અને લોકોને મનોરંજન આપવા લાઈવ ઓરક્રેષ્ટ્રાનો લોકોએ મન ભરીને લાભ લીધો હતો. તેમજ ટિકટોક સ્ટાર, ફિલ્મી ગીતકાર અને સંગીતકારોએ પણ ઉપસ્થિત રહીને મનોરંજન પૂરું પાડ્યું હતું. જેમાં દેવ પગલી નામે જાણીતા કલાકારે પોતાના લોકપ્રિય ગીત ગાયને સૌને ડોલાવ્યા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ મેળો યોજાયો હોય અને આપણે ત્યાં અમાસ સુધી મેળાની પરંપરા હોય હજુ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય લોકોની લાગણીને ધ્યાને લઈને ક્રિષ્ના ઉત્સવ મેળો તા.29 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

- text

- text