મોરબીના શનાળા બાયપાસ નજીક લીમડામાંથી દૂધ જેવું પ્રવાહી વહેતા કુતુહલ

- text


જીઓલોજીકલ ડિસઓર્ડર તરીકે ઓળખાતી ઘટના : તજજ્ઞોના મતે વૃક્ષને ઇન્ફેક્શન થતા આ કુદરતી પ્રક્રિયા

મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ ગોકુળનગર વિસ્તારમાં આજે સવારે એક કુતુહલ જાગે તેવી ઘટનામાં લીમડાના ઝાડમાંથી દૂધ જેવો તરલ સફેદ પદાર્થ વહેવા લાગતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતુ. જો કે આ ઘટનાને જીઓલોજીકલ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામા આવે છે અને વનવિભાગના સૂત્રોના મતે વૃક્ષને ઇન્ફેક્શન થતા આવી ઘટના સર્જાતી હોવાનું જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલા ગોકુલનગર શેરી નંબર – 20 વિસ્તારમાં આવેલ એક વર્ષો જુના લીમડાના ઝાડમાંથી આજે અચાનક જ સફેદ દૂધ જેવું પ્રવાહી વહેવા લાગતા લોકોમાં કુતુહલ જાગ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીને થતા તેઓએ પણ સંબંધિત વિભાગોને પણ જાણ કરી હતી.

- text

દરમિયાન આ અજુગતી ઘટના અંગે પ્રકૃતિપ્રેમી અને વન વિભાગના પૂર્વ કર્મચારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે કોઈ ઇન્ફેક્શનને કારણે વૃક્ષમાંથી તરલ પદાર્થ વહેતો હોય છે પરંતુ આ પદાર્થનું પૃથકરણ કરીએ તો જ સાચી હકીકત જાણવા મળે. નોંધનીય છે કે આવી ઘટનાને જીઓલોજીકલ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.

- text