હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નાદ સાથે મોરબીના માર્ગો પર નીકળી ભવ્ય શોભાયાત્રા 

- text


રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જન્માષ્ટમીની શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

મોરબી: આજરોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજ્યમંત્રી અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જડેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, દુર્ગાવાહિની સહિતની સંસ્થા દ્વારા આજે 19 ઓગસ્ટે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોરબીના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જડેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા ત્રિકોણબાગ, જુના બસ સ્ટેશન, રામચોક, રવાપર ચોકડી, ગાંધી ચોક, નહેરુ ગેટ, દરબાર ચોક સહિતના સ્થળે ફરી હતી.

મહત્વનું છે કે બે વર્ષ બાદ મોરબીના માર્ગો પર શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે શોભાયાત્રામાં જોડાયા હતા અને હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નાદ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પણ જોડાયા હતા.

આ ઉપરાંત ધુનડા સમસ્ત ગામ દ્વારા પણ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોટા દહીંસરા ગામમાં રથયાત્રા યોજાઇ હતી. નાના દહીંસરા ગ્રામજનો દ્વારા મટુકી ફોડનો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

- text

- text