રાજસ્થાનની ઘટના અંગે દલિત-મુસ્લિમ એકતા સમિતિ મોરબી દ્વારા રાજ્યપાલને રજૂઆત

- text


મોરબી: રાજસ્થાનના જાલોરમાં બનેલી આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના મોતની દુઃખદ ઘટના મામલે દલિત-મુસ્લિમ એકતા સમિતિ મોરબી જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી.

દલિત-મુસ્લિમ એકતા સમિતિ મોરબી જિલ્લા દ્વારા રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં શાળામાં અભ્યાસ કરતા ઈન્દ્રકુમાર મેઘવાળ નામના આઠ વર્ષના દલિત સમાજના વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું ગત તારીખ 13 ઓગસ્ટના રોજ નિધન થયું છે. ત્યારે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં શિક્ષકને આકરામાં આકરી સજા આપવામાં આવે અને રાજસ્થાનની સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

- text

- text