મોરબી જિલ્લામાં સર્વત્ર આન, બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

- text


વાંકાનેર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગરીમાસભર ઉજવણી, આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જિલ્લાના દરેક ઘર, દુકાન, ઓફીસ, ઉધોગો, સરકારી, અર્ધ સરકારી કચેરી, સ્કૂલો, સંસ્થાઓ લહેરાયો તિરંગો

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ એટલે દેશની આઝાદીને આજે 15 ઓગસ્ટે 75 વર્ષ પુરા થતા હોવાથી દરેક ભારતવાસી આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી બનીને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી શકે એ માટે દેશની આન, બાન, શાનના પ્રતીક એવા તિરંગાને સર્વત્ર લહેરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આથી મોરબી જિલ્લાવાસીઓ પણ આઝાદી કા અમૃત પર્વમાં ગૌરવભેર જોડાઈને પોત પોતાની મિલકત ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની અપાર લાગણી વ્યક્ત કરી હતી. આથી મોરબી જિલ્લામાં સર્વત્ર આન, બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે દેશની આઝાદીના 75 પુરા થવાની ગૌરવભેર ઉજવણી કરી હતી.મોરબી જિલ્લાના દરેક નાગરિકોએ દેશને આઝાદી આપવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દરેક ક્રાંતિકારી તેમજ આઝાદી મળ્યા બાદ દેશની સીમાનું પોતાના પ્રાણની આહુતિ આપીને સમગ્ર દેશની પ્રજાને સલામત રાખનાર ભારતીય લશ્કરી દળના વીર સપૂતની શૂરવીરતા અને તેમનામાં રહેલી દેશ પ્રત્યેની ભાવનાને કોટી કોટી નમન કર્યા હતા. મોરબી જિલ્લાના દરેક નગરિકોએ આઝાદીને અમૃત પર્વને યાદગાર બનાવવા પોતાની દરેક મિલકત ઉપર શાનથી તિરંગો લહેરાવ્યો હતો. અથક દરેક ઘર, દુકાન, ઓફીસ, ઉધોગો, સરકારી, અર્ધ સરકારી કચેરી, સ્કૂલો, સંસ્થાઓ તિરંગો લહેરાયો હતો.

- text

મોરબી જિલ્લામાં ખાસ કરીને આઝાદી બાદ પહેલીવાર ઘરો ઘર તિરંગો શાન તિરંગો લહેરાતા દૂરથી આ અદભુત નઝારો નિહાળતા દરેકના રોમે રોમમાં દેશભક્તિ છવાઈ ગઈ હતી. ઉપરથી કદાચ ડ્રોન કેમેરાથી જોતા દરેક ઘરો અને દરેક જગ્યાએ લહેરાતા તિરંગાથી દરેકને આપોઆપ ગૌરવભેર સલામી આપવી પડે તેવો દેશભક્તિનો અદભુત નઝારો સર્જાયો હતો. જો કે વાંકાનેર ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી અને ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ, તેમજ જિલ્લા પંચાયત, એસપી કચેરી, મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, નગરપાલિકા, તાલુકા સેવાસદન, જિલ્લા સેવા સદન, તમામ તાલુકા પંચાયત સહિત સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં તેમજ સંસ્થાઓમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

- text