ટંકારામાં જુના ઝઘડાના મનદુઃખમાં બે પરિવારો એકબીજા ઉપર તૂટી પડ્યા, સામસામી ફરિયાદ

- text


બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી 

ટંકારા : ટંકારાના ઉગમણાનાકા પાસે આવેલ વણકરવાસમા રહેતા બે પરિવારો વચ્ચે જુના ઝઘડાના મનદુઃખમાં ફરી ડખ્ખો થતા બન્ને પરિવારો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા અને બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા ઉગમણાનાકા પાસે વણકરવાસમા રહેતા દલપતભાઇ કાંન્તીભાઇ સારેસા (ઉ.વ-૩૬)એ તેમના પાડોશી દિનેશભાઇ લાલજીભાઇ જાદવ, હંસાબેન દિનેશભાઇ જાદવ તથા દિનેશભાઇ જાદવની બે દિકરીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે જૂની અદાવતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને લાકડાના ધોકકા વડે ફરીયાદીના વાસાના ભાગે એક ધા મારી મુંઢઇજા કરી તથા સરોજબેન અને બાલુબેનને આરોપી હંસાબેન તથા તેમની બંને દિકરીઓએ ઝપાઝપી કરી મુંઢમાર મારી ગાળો આપી અને ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

સામાપક્ષે હંસાબેન દિનેશભાઇ જાદવ (ઉ.વ- ૪૦)એ દલપતભાઇ કાંન્તીભાઇ સારેસા, સરોજબેન સુરેશભાઇ સારેસા, બાલુબેન કાન્તીભાઇ સારેસા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ અગાઉ થયેલા જુના મનદુઃખ બાબતે ફરી ફરીયાદી તથા દિનેશભાઇ સાથે બોલાચાલી કરી તથા દિનેશભાઇ સાથે ઝપાઝપી કરી શરીરે મુંઢઇજા કરી આરોપીઓએ ફરીયાદી અને તેના પરિવારના સભ્યો માનસી અને ચંચલ સાથે ઝપાઝપી કરી ગાળો આપી શરીરે મુંઢ ઇજાઓ કરી તથા આરોપીઓએ ફરીયાદી તથા તેના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. આ બન્ને પરિવાર વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો તેના મનદુઃખમાં ઝઘડો થયો હોવાની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

- text