નાનીવાવડીની શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : નાનીવાવડીની શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મોરબીની નાનીવાવડી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા સ્વરૂપે ગામમાં નારા સાથે રેલીનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.

શાળા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ જાતે જ રાખડી બનાવી હતી,અને બાળકો દ્વારા રાખડીનું પ્રતિક બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ચિત્ર સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં બાળકોએ વિવિધ સ્લોગન, રાષ્ટ્રધ્વજ અને દેશ ભક્તોના ચિત્રો દોર્યા હતા તેમજ બાળકો દ્વારા 75-INDIA નું પ્રતિક બનાવવામાં આવ્યું હતું. અંતમાં શાળામાં વેશભૂષા અને નંદ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો સાથે વાલીઓ પણ જોડાયા હતા. રાસ ગરબા સાથે મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી” ની ધૂન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

- text

- text