બિહારના ઘોડા ડોક્ટરને ઝડપી લેતી વાંકાનેર પોલીસે

- text


સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલી નાખ્યું હતું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા બિહારના ઘોડા ડોક્ટરને વાંકાનેર પોલીસ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર રોસા સિરામિક ફેકટરી સામે ડીગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાની બાતમીને આધારે વાંકનેર તાલુકા પોલીસે દરોડો પાડી બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના લોરિયા તાલુકાના લોરીયા મિશ્રાટોલા ગામના અને હાલમાં જાબુંડિયા ગામે રહેતા સુરેંન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તાને ઝડપી લીધો હતો.

- text

વધુમાં આ મામલે વાંકાનેર પોલીસે ઢુંવા પીએચસીના મેડિકલ ઓફિસર ધવલ નવિનચંદ્ર રાઠોડની ફરિયાદને આધારે આરોપી બોગસ ડોકટર સુરેંન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૩૬ તથા મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુન્હો નોંધી એલોપેથીક દવા તેમજ અન્ય સાધનો મળી કુલ રૂપિયા 52,844નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text