વાંકાનેરમાં જુગારના ત્રણ દરોડા, 11 જુગારી ઝડપાયા, 9 નાસી ગયા

- text


શહેરના નવાપરા, માટેલ અને જાલી ગામમાં પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ભાગદોડ : 2.20 લાખના 8 બાઈક કબ્જે

વાંકાનેર : વાંકનેર સીટી અને તાલુકા પોલીસે શહેરના નવાપરા, માટેલ અને જાલી ગામમાં જુગારના અલગ – અલગ ત્રણ દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી, દરોડા દરમિયાન 11 જુગારી ઝડપાઇ ગયા હતા જ્યારે 9 જુગારી નાસી ગયા હતા.

જુગાર અંગેના પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ – વિરપર રોડ ઉપર રેઇડ કરી ભગવાનજીભાઇ સંઘાભાઇ ધેણોજા, પ્રવિણભાઇ છનાભાઇ સરાવાડીયા, હરેશભાઇ સાદુરભાઇ વીંજવાડીયા, કિશનભાઇ દેવશીભાઇ વીજવાડીયા, કાનજીભાઇ શામજીભાઇ વીંજવાડીયા અને વીપુલભાઇ ધીરાભાઇ વીજવાડીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 12,900 કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરા ખડીપરા વિસ્તારમાં દરોડો પાડી સુનિલભાઇ સુરેશભાઇ સાંકરીયા,
માવજીભાઇ શવજીભાઇ વેકરીયા અને ઘનાભાઇ વેરશીભાઇ અઘારાને ઝડપી લઈ રોકડા રૂપિયા 11,000 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ ઉપરાંત ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે જાલી ગામના ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા સંજયભાઇ જેઠાભાઇ વાધેલા અને વિજયભાઇ અવચરભાઇ પારજીયા નામના બે જુગારી રોકડા રૂપિયા 2550 સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે જગદીશભાઇ છગનભાઇ ગોરીયા, રવીભાઇ બાલાભાઇ પારજીયા, જગદીશભાઇ રૂપાભાઇ વિરસોડીયા, પરબતભાઇ પ્રેમજીભાઇ ઇન્દરપા, જયસુખભાઇ વરસીંગભાઇ પારજીયા, ધનજીભાઇ કાનજીભાઇ માલકીયા, અશ્વીનભાઇ લાલજીભાઇ ગોરીયા, કીશનભાઇ શામજી ભાઇ ઇન્દરપા અને મહેશભાઇ રૂપાભાઇ વિરસોડીયા નાસી ગયા હતા. આ દરોડા દરમિયાન પોલીસે દરોડા સ્થળેથી રૂપિયા 2.20 લાખની કિંમતના આઠ બાઈક કબ્જે કરી નાસી ગયેલા તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text