હળવદને નવી તાલુકા આરોગ્ય કચેરી આપવા ભાજપ આગેવાનની મુખ્યમંત્રી સમક્ષ માંગ

- text


હળવદઃ હળવદ શહેરમાં આવેલી તાલુકા આરોગ્ય કચેરી તેમજ હળવદ શહેરમાં નવી હોસ્પિટલ બનાવવા માટેની માંગણી ભાજપ યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજાએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

- text

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આયુષ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં નયન દેત્રોજાએ જણાવ્યું છે કે, હળવદમાં આવેલી તાલુકા આરોગ્ય કચેરી (સીએચસી) 2005થી કાર્યરત છે. આ બિલ્ડિંગનું બાંધકામ ખૂબ જ જર્જરિત થઈ ગયું છે. આરોગ્ય કચેરીમાં ટોયલેટની પણ સુવિધા નથી. ઈલેકટ્રીક વાયરિંગ, દિવાલ, છતને પણ નુકસાન પહોંચ્યું છે. તેથી હળવદ શહેરમાં નવી તાલુકા આરોગ્ય કચેરી ફાળવવામાં આવે. આ ઉપરાંત હળવદ શહેરમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ જુના સી.એચ.સી બિલ્ડિંગમાં બનાવાઈ હતી. પરંતુ હળવદની આશરે 43 હજાર જેટલી જનતાને નવા બાંધકામ સાથે હળવદ શહેર, તાલુકાની નવી સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ (એસ.ડી.એચ.) બનાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. આ બન્ને બિલ્ડિંગ આશરે 30 વર્ષ જુના હોય નવી બિલ્ડિંગની માંગણી મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.

- text