મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળો યોજવા કોંગ્રેસની કલેકટરને રજૂઆત

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો યોજવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારી દ્વારા જિલ્લા કલેકટર લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સ્થાનિક નગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતો લોકમેળો ચાલુ વર્ષે બંધ રખાયો છે. પરંતુ નગરપાલિકા દ્વારા મેળાઓ યોજાઇ તે આમજનતા માટે સલામતી ભર્યા હોય છે. પરંતુ આ વર્ષે નગરપાલિકા દ્વારા લોકમેળોનું આયોજન કરવામાં આવ્યું નથી. જ્યારે લોકમેળો સમાજના નાના અને નબળા વર્ગોના આનંદ માટે હોય છે. જેથી નગરપાલિકા દ્વારા જ મેળાનું આયોજન કરવામાં આવે તેઓ પ્રબંધ જાહેર જનતાના હિતમાં જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું છે.

- text