મોરબીમાં દશામાની મૂર્તિઓને ગંદા પાણીમાંથી કાઢી નદીમાં વિસર્જિત કરાઈ

- text


વ્રત પુરા થતા કેટલાકે ભક્તોએ દશામાની મૂર્તિ ગંદા પાણી પધરાવી હોવાનું ધ્યાને આવતા સામાજિક કાર્યકરોએ માનભેર મૂર્તિને નદીમાં પધરાવી

મોરબી : મોરબીમાં દશામાના વ્રત પુરા થતા દશામાંની મૂર્તિઓ પધરાવવામાં આવી હતી પરંતુ કેટલાક ભક્તોએ દશામાંની મૂર્તિઓ ગંદા પાણીમાં પધરાવી હોવાથી ધાર્મિક લાગણી દુભાતા સામાજિક કાર્યકરોએ આ મૂર્તિઓની ગરિમા જળવાઈ તે રીતે નદીમાં સ્વચ્છ જગ્યાએ પધરાવી હતી.

મોરબીમાં તાજેતરમાં દશામાંના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોટાભાગના મહિલાઓએ દશામાની મૂર્તિનું ઘરમાં આસ્થાભેર સ્થાપન કરીને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી હતી અને આ વ્રતના આખરી દીને નદીમાં દશામાની મૂર્તિને પધરવાની હોવાથી ઘણા લોકોએ નદીની જગ્યાએ ગંદા પાણીમાં પધરાવી દીધી હતી. જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાતા રોષ વ્યાપી ગયો હતો. આ ગંભીર બાબત ધ્યાને આવતા સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાભણીયા, ધનજીભાઈ સખેસરિયા, જયદીપભાઈ ઝંઝવાડિયા, જયેશભાઇ જાદવ સહિતનાએ ગંદાપાણીમાંથી મૂર્તિને કાઢી સ્વચ્છ જગ્યાએ પાણીમાં પધરાવી હતી.

- text

- text