હળવદમાં અચાનક પારાપેટ તૂટી પડતા 15 લોકો નીચે ખાબક્યા : પાંચ ઇજાગ્રસ્ત

- text


કુંભાર દરવાજે તાજીયા ઝુલુસ જોવા રવેશમાં લોકો એકત્ર થયા અને ઘટના બની : સદ નસીબે મોટી જાનહાની ટળી

હળવદ : હળવદ શહેરમાં કુંભાર દરવાજા વિસ્તારમાં ગઈકાલે તાજીયા ઝુલુસ જોવા અગાસીના રવેશમાં એક સાથે 15 જેટલા લોકો ઉભા હતા ત્યારે અચાનક જ પારાપેટ ધરાશાયી થતા પાચ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી.જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હળવદ ની જુદી જુદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે એક કિશોરીને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હળવદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ પર્વ નિમિત્તે ઝૂલુસ શહેરના મુખ્ય માર્ગો પર નીકળ્યું હતું જેમાં ગઈકાલે સોમવારની રાત્રીના 10:30 વાગ્યાની આસપાસ આ ઝૂલુસ શહેરના કુંભાર દરવાજે રામદેવપીરના મંદિર પાસે પહોંચતા અહીં ઇલિયાસભાઈ મીરાના મકાનની છત પર ઝૂલુસ જોવા ઉભેલા પંદરેક જેટલા લોકો રવેશ(કઠોડો) તુટી પડતા નીચે ખાબકીયા હતા.

- text

જેમાં નાની મોટી ઈજા થવા પામી છે જ્યારે ઈકબાલભાઈ ઈસુભાઈ કાજીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ૧૫થી વધુ ટાંકા લેવા પડ્યા હતા જ્યારે સમીરાબેન મુસ્તુફા ભાઈ ચૌહાણ ને પગના ભાગે ઈજા પહોંચતા વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.

 

- text